- ધુમાડો દેખાતા ચાલક ટેન્કર માંથી ઉતરી પડ્યો હતો
- પારડી ફાયર ટીમે ગણતરીના સમયમાં આગ પર કાબુ મેળવી લેતા રાહત અનુભવાય હતી.

વાપી ખાતે આવેલી પીડીલાઈટ કંપનીમાં ટેન્કર નંબર GJ 27U6944નો ચાલક વિરેન્દ્ર યાદવ રહે અંકલેશ્વર નાઓ કેમિકલ ખાલી કર્યા બાદ રાત્રિના પરત અંકલેશ્વર જવા નીકળ્યો હતો.ત્યારે રાત્રિના બારેક વાગ્યાની આસપાસ પારડી નેશનલ હાઇવે નંબર 48 પસાર કરતી વખતે એન્જિનના ભાગે ધુમાડો દેખાતા ચાલકે સોના દર્શન સામે હાઇવે પર ટેન્કરને ઉભો રાખ્યું હતું અને જો જોતા માં આગે ટેન્કરમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટના સ્થળે એક સમયે ટેન્કરમાં કોઈ જવલનશીલ કેમિકલ હોવાની આશંકાએ ડર નો માહોલ બન્યો હતો અને આ બાબતની જાણ પારડી પોલીસ અને પારડી નગરપાલિકાની ફાયર ટીમને કરવામાં આવતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ટેન્કરમાં લાગેલી આગને જોતા સલામતીના ભાગરૂપે સુરત તરફ જતા વાહનોને પોલીસે એક સમયે અટકાવવા પડ્યા હતા. પરંતુ ઘટના સ્થળે પહોંચેલી પારડી નગરપાલિકાની ફાયર ટીમે મોટી ફાયર ની ગાડી થી તાત્કાલિક પાણી મારો શરૂ કરી આગ પર કાબુ મેળવી લીધો હતો. જેને લઇ સ્થાનિકો અને પોલીસે રાહત અનુભવી હતી