
- હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી
• રાજ્યમાં આજે મોડી રાત સુધી ભારે વરસાદ પડશે
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી આગાહી કરતાં જણાવ્યું છે કે રાજ્યમાં આજે મોડી રાત સુધી ભારે વરસાદ પડશે. જે મે મહિનાનો આ ઈતિહાસનો સૌથી વધુ વરસાદ છે.
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી સામે આવી છે. પરેશ ગોસ્વામીએ રાજ્યમાં આજે મોડી રાત સુધી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આ સાથે આગાહી કરી છે કે, કેટલાક ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે. આ સાથે કહ્યું છે કે, મે મહિનાનો આ ઈતિહાસનો સૌથી વધુ વરસાદ છે.
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આજે મોડી રાત સુધી ભારે વરસાદની આગાહી આપતા કહ્યું છે કે આ વરસાદ મે મહિનાનો આ ઈતિહાસનો સૌથી વધુ વરસાદ રહશે. ગુજરાત ઉપરથી સાયક્લોનિક સર્કુલેશન પસાર થઈ રહ્યુ છે, જે મોડી રાત સુધીમાં પસાર થઈ જશે. આ સાયક્લોનિક સર્કુલેશનના કારણે આજે પણ ભારે ગાજવીજ સાથે વરસાદી ઝાપટા જોવા મળશે.
ગુજરાતના ભાવનગર, બોટાદ, ગીરસોમનાથ, અમરેલી, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણઁદ, ગાંધીનગર, નડિયાદ અને વડોદરા વરસાદની આગાહી છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં છુટા છવાયો વરસાદ થશે.
આ સિવાય હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરતાં જણાવ્યું છે કે 9 અને 10 મેએ પણ મધ્યમ ઝાપટા જોવા મળી શકે છે.