અંકલેશ્વર તરફથી વાલિયા આવી રહ્યો હતો.તે દરમિયાન વાલીયાના વટારીયા ગામના વળાંક પાસે ચાલકને ઝોકું આવી જતા ટેન્કર બે પલટી મારી ગયું હતું.

ભરૂચની ઝાડેશ્વર ચોકડીથી શુકલતીર્થને જોડતા રોડ પર માર્ગ અકસ્માતનો વધુ એક બનાવ સામે આવ્યો છે.આજરોજ બપોરના સમયે તવરા ગામ નજીક બે ટ્રક સામસામે ભટકાઈ હતી જેના પગલે અકસ્માત સર્જાયો હતો.અકસ્માતના બનાવમાં ટ્રક ચાલકોનો આબાદ બચાવ થયો હતો જો કે અકસ્માતના પગલે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચની ઝાડેશ્વર ચોકડીથી શુકલતીર્થને જોડતા માર્ગ પરથી રેતી ભરેલ વાહનો બેફામ રીતે પસાર થાય છે જેના પગલે અન્ય વાહનચાલકોના જીવ સામે પણ જોખમ ઉભું થાય છે ત્યારે બેફામ બનેલા ટ્રક ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહીની સ્થાનિકો માંગ કરી રહ્યા છે.