Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર: નવા પુનગામના 6 લોકોની ચોરીના ગુનામાં ધરપકડ, હાઈટેન્શન લાઈનના સામાનની કરી હતી ચોરી

  • અંકલેશ્વરના બોઇદ્રા ગામે થઈ હતી ચોરી
  • હાઈટેન્શન લાઈનના સામાનની ચોરી
  • રૂ.3 લાખના સમાનની ચોરી થઈ હતી
  • એ ડિવિઝન પોલીસે 6 આરોપીની કરી ધરપકડ
  • નવા પુનગામના 6 લોકોની ધરપકડ

અંકલેશ્વર તાલુકાના બોઇદ્રા ગામની સીમમાં હાઈટેન્શન લાઈનના ટાવરની ચાલતી કામગીરી દરમ્યાન ખેતરમાં મુકેલા 3 લાખના સામાન થયેલી ચોરીમાં એ ડિવિઝન પોલીસે નવા પુન ગામના 6 ઈસમોને ઝડપી પાડી તેઓ પાસેથી પ્લેટ અને નટબોલ્ટ સહિતનો  તમામ મુદ્દામાલ રિકવર કરવા આવ્યો હતો.

અંકલેશ્વર તાલુકાના બોઈદરા  ગામની સીમમાં હાઈ ટેન્શન લાઈનના ટાવરની કામગીરી ચાલી રહી છે. ટાવરમાં લગાવવામાં વપરાતો અલગ અલગ સામાન ખેતરમાં મુક્યો હતો જે સામાનમાં લોખંડની પ્લેટો અને નટ બોલ્ટની તસ્કરો ચોરી  કરી ગયા હતા જે અંગે પાવર લાઇન પ્રોજેકટના કર્મચારી સંજીતસિંહે  અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે રૂપિયા 3 લાખના નટ બોલ્ટ અને લોખંડની પ્લેટો સહીતના  સામાનની ચોરી અંગેનો ગુનો નોંધી તપાસ શરુ કરી હતી.

તે દરમિયાન મળેલી માહિતીના આધારે એ ડિવિઝન પોલીસે બોઇદ્રા ગામની સીમમાંથી નવાપુનગામ ગામના રાજેશ મહેન્દ્ર વસાવા રાજુ મોતીભાઈ વસાવા, કૌશલ બુધા વસાવા,અક્ષય બનસી વસાવા,સંજય ગણપટ વસાવા,વિસાલ મહેન્દ્ર વસાવાની અટકાયત કરી હતી અને પોલીસે તેઓ પાસે થી ચોરાયેલા સામાન નટ બોલ્ટનો જથ્થો તેમજ પ્લેટો કબ્જે કરી તમામ ચોરાયેલો સામાન રિકવર કરવામાં આવ્યો હતો.

error: Content is protected !!
Scroll to Top