
બનાસકાંઠામાં અધિકારીઓ અને તલાટીઓને હેડ ક્વાર્ટર ન છોડવા આદેશ કરાયો છે. તલાટીઓને ગ્રામ પંચાયતમાં હાજર રહેવા માટે આદેશ કરવામાં આવ્યો છે. ગ્રામજનોને સાવચેતી અને સુરક્ષિત પગલા લેવા માટે માહિતી આપવા અધિકારીઓ અને તલાટીઓને જણાવાયું છે.
મોડી રાત્રે બનાસકાંઠામાં 24 ગામોને બ્લેકઆઉટ કરવામાં આવ્યા હતા સરહદ વિસ્તારના ગામડાઓમાં પોલીસ ગતિવિધિઓ તેજ કરવામાં આવી છે. એસપીએ મોડી રાત્રે સુઈગામ વિસ્તારના ગામડાઓની મુલાકાત કરી હતી. સરહદી વિસ્તારના ગામડાઓની યાદી પણ તૈયાર કરવામાં આવી હતી.
સ્થળાંતર કરવાની જરૂર પડે તો તેને પણ પહોંચી વળવા તંત્ર સજ્જ હોવાનો દાવો કરાયો છે. બોર્ડર પર સુરક્ષા અને સરહદી વિસ્તારની સુરક્ષામાં પણ વધારો કરાયો.