હાંસોટ ખાતે વાહન ચેકીંગ સહીત આલીયાબેટ પર ચાંપતી નજર
એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત સાથે દેશમાં અતિસંવેદન જિલ્લામાં એક ભરૂચઃજિલ્લો ગણાય છે

ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલ તંગદિલી અને યુદ્ધ જેવી પરિસ્થિતિને લઈને દહેજ બંદર અને હાંસોટ દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા વધારવામાં આવી છે ત્યારે દરિયા કિનારે આવેલા હાંસોટ ખાતે વાહન ચેકીંગ સહીત આલીયાબેટ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત સાથે દેશમાં અતિસંવેદન જિલ્લામાં એક ભરૂચ જિલ્લો ગણાય છે




પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 જેટલા નિર્દોશોના મોત થયા હતા ભારતે 14 દિવસ બાદ જવાબી કાર્યવાહીમાં એરસ્ટ્રાઇક કરી આતંકવાદીનાં 9 જેટલા ઠેકાણાં પર હુમલો કરી આતંકવાદી રહેણાક વિસ્તારને ઘ્વસ્ત કરી નાખ્યા હતા આ બાદ ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું પાકિસ્તાન દ્વારા યુદ્ધ વિરામનું ઉલ્લઘન કરતા જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ પણ જડબાતોડ જવાબ આપવાનું શરૂ કર્યું હતું,પાકિસ્તાન સેનાએ ડ્રોન દ્વારા હુમલો કરતા ભારતે તમામ ડ્રોન તોડી પાડ્યા હતા આ વચ્ચે ભારતની તમામ બોર્ડર પર સુરક્ષા વધારી દેવામાં આવી છે જે અનુલક્ષીને અતિસંવેદનશીલ ભરૂચ જિલ્લામાં પણ સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે ખાસ કરીને દેશ વિરોધી પ્રવુતિના તાર ભરૂચ જિલ્લા સાથે નીકળતા હોવાને લઇ પોલીસ વિભાગની ચિંતા વધારી છે તો એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત સહીત કેમિકલ અને પેટ્રોકેમિકલ હબને લઇ એર સ્ટ્રાઇક થાય તો મોટી ખુવારી સર્જાઈ શકે છે જેને લઇ પોલીસ વિભાગ દ્વારા અભેદ સુરક્ષા વ્યવસ્થા શરૂ કરતા પ્રથમ ગુજરાતની સૌથી મોટી દરિયાઈ સીમા ધરાવતા ભરૂચ જિલ્લામાં 140કિમિ વિસ્તારમાં મરીન પોલીસ દ્વારા દરિયાઈ પેટ્રોલિંગ શરુ કરવામાં આવ્યું છે તેમજ દહેજ પોર્ટ પર ચુસ્ત વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે અને આધુનિક ટેક્નોલોજી સજ્જ સંસાધનો વડે નજર રાખવામાં આવી રહી છે તો હાંસોટ દરિયાઈ વિસ્તારમાં દરિયાઈ સુરક્ષાને લઇ હાંસોટ પોલીસ દ્વારા વિવિધ માર્ગો પર વાહન ચેકીંગ તેમજ સર્વેલન્સ શરુ કરવામાં આવ્યું છે તો આલીયાબેટ જેવા દરિયાઈ વિસ્તારોમાં પોલીસ દ્વારા પેટ્રોલીંગ શરુ કરી ઉભા કરેલા વોચ ટાવરો વડે નજર રાખવામાં આવી રહી છે આ અંગે ભરૂચ હેડક્વાટર ડીવાયએસપી દ્વારા વિવિધ માહિતી આપી હતી.