
“ઓપરેશન સિંદૂર” હજુ યથાવત છે. ત્યારે તેને લઇને બેઠકોનો દૌર ચાલી રહ્યો છે. પીએમ નિવાસ સ્થાને હાઈલેવલ બેઠકનું આયોજન કરવામાં આવ્યુ છે. પીએમ મોદીએ ત્રણેય સેનાના વડાઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી છે. આ બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, NSA ચીફ અજિત ડોભાલ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર ઉપસ્થિત છે. 1 કલાકથી વધુ ચાલેલી બેઠક બાદ હવે પીએમ મોદીએ NSA ચીફ અજિત ડોભાલ અલગથી બેઠક યોજી છે. અને આગામી રણનીતિ પર ચર્ચા-વિચારણા કરવામાં આવી રહી છે.
“ઓપરેશન સિંદૂર” બાદ ભારત પાકિસ્તાન વચ્ચે સ્થિતિ તંગ બની છે. અને આ સ્થિતિને પહોંચી વળવા માટે ભારત પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહ્યુ છે. દેશના વિવિધ સ્થળે બ્લેકઆઉટ જાહેર કરીને દુશ્મનોને પરાસ્ત કરવામાં આવી રહ્યા છે. “ઓપરેશન સિંદૂર” જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાનો બદલો છે. જેમા 25થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.