Vaat Ankleshwarni

તાજા સમાચાર

ભારત-પાક તણાવ વચ્ચે ભરૂચ શહેરના મુખ્ય માર્ગો પર પોલીસનું ફ્લેગ માર્ચ, PI-PSI સહિત પોલીસ કર્મચારીઓ જોડાયા

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવની વચ્ચે સમગ્ર દેશમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે. આ અંતર્ગત ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે શહેરના મુખ્ય માર્ગો પર ફ્લેગ માર્ચ યોજ્યું હતું.

પહેલ ગામમાં આંતકવાદીઓએ 28 ભારતીયોની હત્યા કરી હતી. આ ઘટનાના પ્રત્યાઘાત રૂપે ભારતે આંતકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. ભારતીય એરફોર્સે પાકિસ્તાનમાં આવેલા આંતકવાદીઓના નવ બંકરો નષ્ટ કર્યા છે. આ કાર્યવાહીને કારણે બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે.

ગુજરાતની તમામ સરહદો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લામાં એસપી મયુર ચાવડાની સૂચના મુજબ પોલીસ સતર્ક બની કામગીરી કરી રહી છે. PI આર.એમ. વસાવાની આગેવાનીમાં યોજાયેલું ફ્લેગ માર્ચ સોનેરી મહેલ પોલીસ મથકથી શરૂ થયું હતું. આ માર્ચ પાંચબત્તી, સ્ટેશન સર્કલ, રોટરી ક્લબ, બહારની ઊંડાઈ અને હાથીખાના થઈને પોલીસ મથકે પરત ફર્યું હતું.

error: Content is protected !!
Scroll to Top