Vaat Ankleshwarni

તાજા સમાચાર

નેત્રંગ નગર માં આવેલ બેસ્ટ ટ્યુશન ક્લાસિસ દ્વારા ધોરણ ૧૦ માં પાસ થયેલ વિધાર્થી ને ગિફ્ટ વિતરણ કરી સાહિલ શેખ સર દ્વારા મોટીવેશન સ્પીચ આપી હતી,

નેત્રંગ તાલુકા માં માર્ચ ૨૦૨૫ માં લેવાયેલી ધોરણ-૧૦ની પરીક્ષા આપનારા હજારો વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવી ગયો હતો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત૨ માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી

ગત ગુરુવારે સવારે 8 વાગે ધોરણ-૧૦નું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું, ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા બોર્ડ ની વેબસાઈટ પરથી પરિણામ જોય ખુશી થી ઝૂમી ઉઠ્યા હતા, માર્ચ – ૨૦૨૫ માં લેવાયેલી ધોરણ ૧૦ની એસ.એસ.સી પરીક્ષાના પરિણામમાં ભરૂચ જિલ્લા માં સૌથી વધુ નેત્રંગ તાલુકા નું પરિણામ ૯૪.૧૬ ટકા જ્યારે રહ્યું હતું

ત્યારે નેત્રંગ ના બેસ્ટ ટ્યુશન ક્લાસિસ માં અભ્યાસ કરતી વિધાર્થી ખત્રી રૂમાના ઇમ્તિયાઝ જેના પર્સન્ટાઈલ રેન્ક 99.60 આવતા ખુશી ની લાગણી પ્રસરી હતી,
ત્યારે સાહિલ શેખ દ્વારા ગિફ્ટ આપી એક બીજા ને મીઠાઈ ખવાડી મો મીઠું કરાવ્યું હતું,

error: Content is protected !!
Scroll to Top