- અંકલેશ્વર જીઆઇડીસીમા 6 જેટલા વૃક્ષોનું નિકંદનને લઇ પર્યાવરણ પ્રેમીઓમાં રોષ
- વૃક્ષ નિકંદન કરનાર દંડ ફટકારવા માંગ કરાઈ હતી.
નોટીફાઈડ વિભાગ દ્વારા રોડ બાજુ માં ગ્રીન બેલ્ટ ભાગ રૂપે વૃક્ષો વાવ્યા હતા. અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન દ્વારા નોટીફાઈડ વિભાગ ના રજુઆત કરતા યોગ્ય જવાબ ના મળ્યો હતો. વૃક્ષ નિકંદન કરનાર દંડ ફટકારવા માંગ કરાઈ હતી.
અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આશાદીપ સોસાયટી નજીક એક સાથે 6 જેટલા વૃક્ષનું નિકંદન કોઈ ઈસમ દ્વારા કરવામાં આવતા સ્થાનિક રહીશો અને પર્યાવરણ પ્રેમીઓ માં રોષ ફેલાયો છે.એક તરફ એક વૃક્ષ માં કે નામ ના સંદેશ સાથે વૃક્ષો વાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ત્યારે મધર્સ ડે ના દિવસે જ સરકાર ના અભિયાન સામે પર્યાવરણ ના કુપુત્રો દ્વારા જ પર્યાવરણ નિકંદન કરતા હોય એમ વૃક્ષોનું નિકંદન કરી નાખવામાં આવ્યું હતું અંકલેશ્વર નોટીફાઈડ વિસ્તાર માં આશાદીપ સોસાયટી નજીક આવેલ 6 જેટલા વૃક્ષનું નિકંદન કરતા વિવાદ સર્જાયો છે. રોડની બાજુમાં ઉછરેલા લીલાછમ વૃક્ષો કાપી નાખવામાં આવતા અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન ના પ્રમુખ અતુલ માકડીયા દ્વારા અંકલેશ્વર નોટિફાઈડ ફિલ્ડ ઓફિસર આ મામલે પૂછવામાં આવતા તેની આ વાતની જાણ ન હોવાનું જણાવ્યું હતું. સમગ્ર મામલે અતુલ માકડિયા જણાવ્યુ હતું કે નોટિફાઇની ફરતી વાનને પુછવામાં આવતા તેમને પણ આ વાતની જાણ ન હોવાની વાત કહી હતી. અને જે કોઈ દ્વારા પણ 6 વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું હોય તેના વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.