- અંકલેશ્વર રેલવે પ્લેટ નંબર 2 અને 3 વચ્ચે રહેલ સીડી પાસે થી બાળક મળી આવ્યું
- બાળકને સ્પેશિયલાઇઝ્ડ એડોપ્શન એજન્સીને સોંપવામાં આવ્યું

ગત 7 મી મે ના રોજ રેલ્વે પોલીસ ને પ્લેટ નંબર 2 અને 3 વચ્ચે રહેલ સીડી પાસે થી બાળક મળી આવ્યું હતું હતું. ભરૂચની ચાઇલ્ડ વેલફેર ઓફિસર ની હાજરીમાં બાળકને સ્પેશિયલાઇઝ્ડ એડોપ્શન એજન્સીને સોંપવામાં આવ્યું છે. રડતા બાળકને લઇ પોલીસે 5-5 કલાક રેલ્વે સ્ટેશન પર બેસી રહ્યા છતાં કોઈ લેવા ના આવ્યા હતા.
અંકલેશ્વર આઉટ પોસ્ટ પર ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિલીપકુમાર ગત તારીખ 7મી મેના રોજ અંકલેશ્વર રેલવે સ્ટેશન પર ફરજ પર હતાં. તેઓ આવતી જતી ટ્રેન ના પેસેન્જરો પર નજર રાખી રહ્યા હતાં. અરસામાં બપોરે સવા બે વાગ્યાના અરસામાં પ્લેટફોર્મ નંબર 2 અને 3ની વચ્ચેના ભાગે સીડી નીચે એક દોઢેક વર્ષ ની બાળક બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. બાળક બિલકુલ બોલી શકે તેમ ન હોવાથી તેમણે તેમના અન્ય પોલીસકર્મીઓની ટીમ સાથે રેલવે સ્ટેશન વિસ્તારમાં તેના માતા-પિતાને શોધવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેનો કોઇ પત્તો નહી લાગતા તેમણે ઘટનાને પગલે અજાણ્યા લોકો સામે બાળકોને ત્યજી લેવાના ઇરાદે અરક્ષિત અવસ્થામાં છોડી ભાગી ગયાં મુજબના ગુના હેઠળ ફરિયાદ નોંધી હતી. તેમજ બાળકને ભરૂચની ચાઇલ્ડ વેલફેર ઓફિસર ની હાજરીમાં બાળકને સ્પેશિયલાઇઝ્ડ એડોપ્શન એજન્સીને સોંપવામાં આવ્યું હતું. બાળકના માતા-પિતા ની નિષ્ઠુરતા એ છે કે આજે 5 મોં દિવસ થયા છતાં હજુ સુધી બાળક શોધવા ની દરકાર સુદ્ધા લીધી નથી. ત્યારે પોલીસ દ્વારા હાલત તો બાળક ના પરિજનો ની શોધખોળ શરુ કરી હતી.