Vaat Ankleshwarni

તાજા સમાચાર

વલસાડના ભીલાડ પૂર્વ બજારે કમોસમી વરસાદ ના પગલે જાહેર માર્ગ ઉપર પાણી ભરાઈ જતા ગંદકી નો માહોલ, સ્થાનિકોમાં રોગચાળો ફાટી જવાની દહેશત રહી છે.

  • વલસાડના ભીલાડ બજારે કમોસમી વરસાદમા જાહેર માર્ગ પર પાણી ભરાયા
    • સ્થાનિકોમાં રોગચાળો ફાટી જવાની દહેશત

વલસાડ ના ભીલાડ પૂર્વ બજાર વિસ્તાર માં હાલે વરસેલા કમોસમી વરસાદ ના પગલે ને. હાઈ 48 ને અડી ને આવેલ સર્વિસ રોડ ઉપર પાણી ભરાઈ જવાની સમસ્યા ઊભરી છે.પાણી દુગઁધ મારી રહ્યું છે.અને રેલવે સ્ટેશન નજીક હોવાના કારણે વિસ્તાર ભરચક રહે છે.ત્યારે સેલવાસ વાપી જવા માટે પૂર્વ બજાર પસાર થઈ રિક્ષા માં સવારી કરતા પેસેન્જરો ને પણ આજ પાણી માં પગ મૂકી જવાની નોબત સામે હાલાકી નો સામનો કરી રહ્યા છે.જ્યાં ભરાયેલા પાણી સામે નાસ્તા ની દુકાન હોવાથી મચ્છર અને માખીનો ઉપદ્રવ રહ્યો છે. છેલ્લા 4 વર્ષ વરસાદની ઋતુમાં આ પરિસ્થિતિ થી લોકો અને રાહદારીઓ ઝઝૂમી રહ્યા છે.અને વરસાદના આગમન પહેલા હાલે કમોસમી વરસાદ માં ઉપરોક્ત પરીસ્થીતી નું નિર્માણ થઈ પામતું હોય તો,વરસાદ ની મોસમમાં શું હાલ થશે બજાર પૂર્વના લોકોનો ?ત્યારે સંબંધી અધિકારી અને તંત્ર સજાગ બની ઉદ્ભવેલી પરિસ્થિતિ નું નિરાક્ષણ કરી વહેલી તકે સફાઈ કામગીરી આરંભે એવી આશા રિક્ષા યુનિયન અને સ્થાનિક લોકો જતાવી.

error: Content is protected !!
Scroll to Top