
શહેર ની આંતરિક કાંસો નું મેન્યુઅલ સફાઈ જયારે બાહ્ય કાંસ નું જેસીબી અને ફૉકલેન્ડ ની મદદ થી સફાઈ શરુ છે. શહેરના જર્જરિત મકાનો નાગે પણ અલગ અલગ ટીમ બનાવી સર્વે શરુ કરવામાં આવ્યો છે.
અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા ચોમાસાની પૂર્વ તૈયારી શરૂ કરવામાં આવી છે. શહેરમાં વરસાદી પાણીનો ભરાવો ન થાય અને તેનો સરળ નિકાલ થાય તે માટે પાલિકાએ બે વિભાગમાં કામગીરી વહેંચી છે. પ્રથમ વિભાગમાં શહેરના આંતરિક ગટર લાઈન અને ચેમ્બરની મેન્યુઅલ સફાઈ હાથ ધરવામાં આવી છે. બીજા વિભાગમાં વરસાદી પાણીના નિકાલ માટેની મુખ્ય કાંસની સફાઈ કરવામાં આવી રહી છે. આ કેસમાં અનસ મોટર્સ પાસેની, સ્ટેશન વિસ્તારની, કંકુ તળાવ વિસ્તારની, સંજય નગર વિસ્તારની નાની કેસનો સમાવેશ થાય છે.વધુમાં, ટીચર્સ સોસાયટી નજીક ની કાંસ અને હસ્તી તળાવ થી ગાયત્રી મંદિર થઈને આંબાવાડી વિસ્તાર સુધી ની મુખ્ય કાંસની સફાઈ પણ ચાલી રહી છે.તો એશિયાડ નગર કાંસ સહીત અન્ય આંતરિક નાની કાંસો ની પણ મેન્યુઅલ સફાઈ કરવામાં આવી રહી છે. તો શહેર ના 9 વોર્ડ માં આવેલ જર્જરિત મકાનો માટે માટે પણ પાલિકા દ્વારા સર્વે શરૂ કર્યો છે. સર્વે પૂર્ણ થયા બાદ જોખમી મિલકતોને તોડી પાડવા માટે માલિકોને નોટિસ આપવામાં આવશે. જે માટે 9 વોર્ડ માં 3 થી વધુ ટીમો બનાવી છે.
– આમલાખાડી અને એમ.એસ.29 કાંસ ની સફાઈ કયારે
અંકલેશ્વર શહેર ને સૌથી વધુ અસર જે ના કારણે થાય છે. એવા શહેરને અડીને પસાર થતી આમલાખાડી તેમજ સુરવાડી ગામ થી શરુ થઇ જુના દીવા ગામ નજીક ખાડી માં વિલીન થતા એમ.એસ. 29 કાંસ ની સફાઈ હજુ સુધી પ્રારંભ થઇ નથી. આ બને માં જીઆઇડીસી . શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી પાણી 80 % જથ્થો નિકાલ થાય છે. 2023 માં આવેલ ભયાવહ પૂર બાદ વધુ ઊંડા કરવા જરૂરી બન્યું છે, વધુ માં કડકિયા કોલેજ પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ દ્વારા આમલાખાડી પર કરવામાં આવેલ પુરાણ જો ચોમાસા પહેલા દૂર નહિ કરવામાં આવે તો પુનઃ અંકલેશ્વર પૂર્વ માં પૂર નો ખતરો ઉભો છે.