
ભરૂચ એલસીબી પોલીસ પી.એસ.આઈ. ડી.એ.તુવર અને ટીમ ભરૂચ એલસીબી પી.આઈ ના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે મહાદેવ હોટલ પાસે આવેલ માય ઇકો એનર્જી ( વીશીન ફ્યુલ સ્ટેશન ) પંપ પર ગેરકાયદેસર રીતે કોઈ ભેળસેળ યુક્ત જ્વલન સીલ પ્રવાહી મંગાવી આર્થિક ફાયદો સારું આવતા જતા વાહનો માં ઇંધણ તરીકે ભરી આપી ને વેચાણ થઇ રહ્યું છે. જે માહિતી આધારે પોલીસે પંપ પર દરોડા પાડ્યા હતા. જ્યાં એક ટેન્કર ઉભેલું નજરે પડ્યું હતું. અને તેમાં નોઝલ લગાવી પંપ ની અંદર ગ્રાઉન્ડ ટાંકી માં ખાલી કરવામાં આવી રહ્યું હતું. જે અંગે ત્વરિત અસર પંપ કોર્ડન કરી બંધ કરી દીધો હતો. અને અંકલેશ્વર .મામલતદાર, ડી.વાય.એસ.પી અંકલેશ્વર એન એફ.એસ.એલ અધિકારી ને જાણ કરતા તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને સ્થળ તપાસ કરતા બાયો ડીઝલ ના નામે ભેળસેળ યુક્ત ડીઝલનું વેચાણ કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું હતું. જે આધારે પોલીસે ટેન્કર ચાલક નવીન ઠાકોર , પંપ મેનેજર હિતેન કુમાર કાનકડીયા, પમ્પ ના ફિલર રાહુલ સહાની, અંકિત સિંધ અને અલ્પેશ પરમાર ની ધરપકડ કરી હતી. તેમજ રાધુ વેલજી ડાંગર જેને ટેન્કર મુન્દ્રા થી ભરાવ્યું હતું તે તેમજ મુન્દ્રા કચ્છ ના રાજદીપ ગોડાઉન નો સંચાલક અને અન્ય એક ઈસમ બિવેશ કુમાર સિંધ ને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો. અને સ્થળ પર થી ટેન્કર કિંમત રૂપિયા 1 લાખ રૂપિયા, ટેન્કર માં રહેલ 10 હજાર લીટર શંકાસ્પદ પ્રવાહી નો જથ્થો. તેમજ અંદર ગ્રાઉન્ડ ટાંકી માં રહેલ 25786 લીટર નો જથ્થો મળી કુલ 35786 લીટર ભેળસેળ યુક્ત શંકાસ્પદ પ્રવાહી કિંમત રૂપિયા 31.49.168 રૂપિયા, 7 મોબાઈલ કિંમત રૂપિયા 37000 તેમજ અન્ય સાધન મળી કુલ 41.86.168 રૂપિયા નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ ઘટના અંગે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી વધુ તપાસ શરુ કરી હતી.