Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર જૂનો નેશનલ હાઇવે નંબર 8 પર સજ્જડ ચક્કા જામ સર્જાયો હતો, વાહનોની લાંબી કતારો જોવા મળી

ભરૂચ અંકલેશ્વર વચ્ચે રોડ ની કામગીરી અને હવે ઉમા ભવન ફાટક પાસે કામગીરી શરુ થતા વાહન કતાર લાગી હતી. પીક અવર્સમાં શરુ થયેલ ચક્કાજામ ની સ્થિતિ બપોર સુધી રહી હતી. રસ્તો ખોદી નાખતા એક તરફનો વાહન વ્યવહાર બંધ રહેતા ટ્રાફિક સર્જાયો હતો. સાંકડા માર્ગ પરથી બંને તરફનો વાહન વ્યવહાર કાર્યરત રહેતા સ્થિતિ સ્ફોટક બની હતી. પોલીસતંત્ર માટે ટ્રાફિકની સમસ્યા વિકટ બની હતી. યુદ્ધના ધોરણે માર્ગ બનાવવા માટે વાહન ચાલકો માંગ કરી રહ્યા છે.

અંકલેશ્વરમાં જુના નેશનલ હાઇવે નંબર 8 મહાવીર ટર્નિંગ પાસે એક તરફનો રોડ ખોદીને નવો માર્ગ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.જેના કારણે બીજી તરફ કાળઝાળ ગરમીમાં ભારે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ છે. માર્ગ ની મરામત ને પગલે ભારે ટ્રાફિક જામ સર્જાયો છે. અને અસહ્ય ગરમીમાં વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાતા પરેશાન થઇ ગયા છે. ટ્રાફિકજામની સ્થિતિ હળવી કરવા માટે પ્રયત્નો કરતા પોલીસ તંત્ર માટે પણ આ સમસ્યા વિકટ બની ગઈ હતી. અંકલેશ્વર જુના નેશનલ હાઇવે નંબર 8 મહાવીર ટર્નિંગ થી ઉમા ભવન ફાટક સુધી એક તરફનો માર્ગ રાતોરાત ખોદી નાખવામાં આવ્યો છે,અને બીજી તરફ ના સાંકડા માર્ગ પરથી બંને બાજુનો વાહન વ્યવહાર ચાલી રહ્યો છે.જોકે માર્ગ ની મરામત ને પગલે ભારે ટ્રાફિકજામ સર્જાયો છે,અને અસહ્ય ગરમીમાં વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાતા પરેશાન થઇ ગયા છે. ટ્રાફિકજામની સ્થિતિ ને હળવી કરવા માટે પ્રયત્નો કરતા પોલીસ તંત્ર માટે પણ આ સમસ્યા વિકટ બની ગઈ છે.અને રાતો રાત રસ્તાને ખોદી નાખ્યા બાદ યુદ્ધના ધોરણે રસ્તો બનાવવામાં આવે તેવી માંગ વાહન ચાલકો કરી રહ્યા છે.

error: Content is protected !!
Scroll to Top