અંકલેશ્વર પંથકમાં રસ્તા પર જાણે સોનુ પાથર્યું હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તાજેતર માં વરસેલ કમોસમી વરસાદમાં ડાંગરનો પાક પલળી જતા ખેડૂતોએ મુખ્ય માર્ગ પર પાકને સૂકવવાની નોબત આવી છે. અંકલેશ્વર હાંસોટ પંથકમાં તાજેતરમાં નિર્માણ થયેલ મીની વાવાઝોડા અને કમોસમી વરસાદની પરિસ્થિતિ ના પગલે ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોને મહેનત કરીને પકાવેલા પાક તેમના માટે સોના સ્વરૂપ છે. પરંતુ જ્યારે પાક લણવા નો વારો આવ્યો તો કમોસમી વરસાદે મહેનત પર પાણી ફેરવી દીધું છે. કમોસમી વરસાદને લઇને ડાંગર પકવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ડાંગરનો તૈયાર પાક ખેડૂતો જેમ તેમ કરી ખેતરમાંથી બહાર કાઢી રહ્યા છે અને રોડ પર સૂકવી રહ્યા છે. જોવા મળી રહ્યા છે.ડાંગર પલળી જતા ડાંગરની ગુણવત્તા પણ ઘટી જતી હોય છે એટલે ખેડૂતોને ભાવ પણ પૂરતા નહીં મળે એવી દહેશત વ્યક્ત કરવામાં આવી છે જેથી ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવશે ત્યારે સરકાર ખેડૂતોને આર્થિક મદદ કરે તેવી માગ થઈ રહી છે.