
જગતજનની આદ્યશક્તિ શ્રી વેરાઈ માતાજીના મંદિરની 24 મી સાલગીરી પાટોત્સવનું આયોજન સંવત 2081 વૈશાખ વદ બીજ બુધવાર ના રોજ યોજવામાં આવ્યો હતો. હાંસોટ તાલુકાના ઉભા ગામે માહ્યાવંશી વણકર વાસ માં આદ્યશક્તિ વેરાઈ માતાજી નું પ્રાચીન સુવિખ્યાત પરચાધારી અમરધામ તરીકે જાણીતું છે. પાટોત્સવમાં રાયમા ગામ ગાયત્રી ઉપાસક અનિલ ભાઈ મહારાજ ના હસ્તે વેદોક્ત મંત્રોચ્ચાર દ્વારા યજ્ઞ કરી માતાજી ની ચુંદડી અને ધ્વજા રોહન કરવામા આવ્યુ હતુ. મુખ્ય યજમાન પદે નિલેશ ચંદ્ર અને મહેતા પ્રિયંકા બહેન મહેતા, અલ્પેશ ચંદ્ર મહેતા, મહેશ્વરી બહેન મહેતા, જીગ્નેશ ચંદ્ર મહેતા હતા. ભરૂચ, સુરત જિલ્લા સહીત દક્ષિણ ગુજરાત અને મુંબઈ ગામમાં ભાવિક ભકતો નો ઘોડાપુર ઉમટ્યું હતું. માતાજીની ધ્વજા ચુંદડી શ્રીફળ ની પૂજા કરી ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. સૌ ભાવિક ભક્તો એ મતાજી ની આરતી અને મહા પ્રસાદ નો લાભ લઈ જીવનની ધન્યતા અનુભવી હતી. રાત્રે ભજન સત્સંગ નો કાર્યક્રમ હતો રાખવામાં આવ્યો હતો