અંકલેશ્વર માં સારંગપુર ગામ ખાતે આવેલ આત્મીય સહજ ખાતે રહેતા સુગંધી દેવી બિનય સહાની ગત 12 મી મોડી સાંજે તેમના ઘર બહાર સુગન્ધી દેવી ટાંકી ભરાઈ જતા પાણી ભરી રહ્યા હતા તે સમયે સામે રહેતા સાલુ સિંગ વિડિયો બનાવી રહ્યો હતો જે અંગે બિનય સહાની કહેતા જતા સુનીતસિંગ અને આર.બી સિંગ, સાલુસિંગ અને રોહિત સિંગ જેતે વખતે ઝઘડો કર્યો હતો તૂટી પડ્યા હતા અને લાકડા ના ડંડા વડે અને છૂટાહાથની મારામારી હુમલો કરી નાના બાળકો સહીત સુંગધી દેવી અને તેના પતિ અને પુત્રી ને પણ માર માર્યો હતો. જેમાં ગંભીર રીતે ઇજા પામેલ સાહની પરિવારોને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલુ છે. ત્યારે ઘટના સમગ્ર સીસીટીવીમાં કેદ થઇ જવા પામી હતી. અને સુગંધી દેવી અને તેના પરિવાર પર થયેલ હુમલો સીસીટીવીમાં કેદ થઇ ગયો હતો. પોલીસે સુગંધી દેવી ની ફરિયાદ આધારે હુમલાખોરો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ શરુ કરી હતી તો સામે પક્ષે રામપ્રપાત સિંગ એ ફરિયાદ આપી હતી જેમાં સુગંધી દેવી વિડીયો બનાવતી હતી તેની સામે તેમની દીકરી સાલુસિંગ વિડીયો બનાવતા સુગંધી દેવી ના પતિ બોલાચાલી ગાળો આપી હતી. અને તેના ભાઈ ગંગાસાગર લાકડા ના સપાટા વડે તેમના પરિવાર પર હુમલો કર્યો હતો. જે અંગે ફરિયાદ આધારે પોલીસે સુગંધીદેવી તેના પતિ બિનય સહાની ગંગાસાગર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી હતી. જો કે વાયરલ વિડીયો માં સુગંધીદેવી નાના દીકરા ને પણ માર મારવામાં આવી રહ્યો હોવાનું જોવા મળ્યું હતું ત્યારે પાડોશી ની આ લડાઈ ના સીસીટીવી વાયરલ થતા કિસ્સો ચર્ચા નો વિષય બન્યો છે.