ભરૂચમાં વિકાસના કામો થતા હોય છે અને તેમાંય ગુણવત્તા યુક્ત થાય છે કે કેમ તેની ચકાસણી થવી જરૂરી છે જેના ભાગરૂપે ભરૂર નગરપાલિકા દ્વારા મહંમદપુરા થી બાયપાસ ચોકડી સુધી રોડનું રીકાર્પેટીંગ કરવામાં આવતું હોય જેના પગલે નગરપાલિકાના પ્રમુખ સહિત સ્થાનિક વિપક્ષીઓને અન્ય હોદ્દેદારોએ પણ નિરીક્ષણ કરી કામની ગુણવત્તા ચકાસી હતી
ભરૂચ ના પશ્ચિમ વિસ્તારમાં વિપક્ષીઓની ઉગ્ર રજૂઆતના પગલે મહંમદપુરા થી બાયપાસ ચોકડી સુધીનો માર્ગ અત્યંત બિસ્માર હોય અને મોટા ખાડા હોવાના કારણે આખરે રોડનો ડામર કાપચિનું રીકાર્પેટીંગ કરાવવા માટે ખાતમુર્હુત બાદ કામ શરૂ થતા માર્ગની ગુણવત્તા અને મટીરીયલ ની ચકાસણી માટે તથા સ્થળ નિરીક્ષણ કરવા ભરૂછ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવ શહીદ વિપક્ષના નેતાઓ તેમજ અન્ય નગર સેવકો હાજર રહી માર્ગનું લેવલિંગ સહિત અન્ય વસ્તુનું નિરીક્ષણ કરી માર્ગ ગુણવત્તા યુક્ત બને અને વધુ ટકે તેવી આશાઓ પણ વ્યક્ત કરી માર્ગનું રીકાર્પેટીંગ થતાં વાહન ચાલકોને સ્થાનિકોમાં પણ રાહત જોવા મળી હતી