Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર માં 14 મહિના બાદ પુનઃ જુના દીવા ગામ ખાતે એક્સપ્રેસ હાઇવે કામ શરુ થતા જ ખેડૂતો વિફર્યા હતા. રોડ મટીરીયલ નાખવા ની શરૂઆત કરતા જ દિવા ગામ ના ખેડૂતો સ્થળ પર દોડી આવ્યા હતા.

500 મીટર ની કામગીરી કેમ તંત્ર બાકી રાખી અને હવે કેમ શરુ કરવા આવ્યો ? કોર્ટમાં કેસ ચાલુ છે પછી કેમ કામ શરુ કર્યું  પહેલા વળતર નક્કી કરી પછી જ કામ કરો ?  તેવા સવાલ પૂછી રોષ ઠાલવ્યો હતો. સવાર થી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અંતે અંકલેશ્વર એસ.ડી.એમ કચેરી ખાતે ખેડૂત જોડે બેઠક ના નિર્ણય બાદ શરુ કરવાનો નિર્ણય કરાયો હતો.

દેશ માં સુપર એક્સપ્રેસ હાઇવે નું 85 % ટકા પૂર્ણ થયું છે. જયારે ગુજરાત માં કામ ધીમું ચાલી રહ્યું છે. જેમાં ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જમીન માલિકોને વળતર વાંધા યથાવત છે. અંકલેશ્વર જુના દીવા ગામ ખાતે ખેડૂતો દ્વારા આજદિન સુધી વળતર ના સ્વીકારી વળતર ના મુદ્દે લડત ચલાવી રહ્યા છે જેને લઈ 500 મીટર ના ટુકડા ના કારણે 1386 કિમિ લાંબો દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે નું કામ અટક્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા હવે ગણદેવી સુધી માર્ગ ઝડપથી શરુ કરવાની તૈયારી કરી રહ્યું છે. જુના દીવા ગામમાં જે તે  જંત્રી નક્કી કરી ને પ્રતિ ચોરસ મીટર રૂપિયા 340 નો ભાવ કલેક્ટર દ્વારા નક્કી કર્યા હતો. જે બાદ ખેડૂતો વળતર ના સ્વીકારી પિટિશન કોર્ટ માં દાખલ કરાવી હતી. 852 રૂપિયા પ્રમાણે વળતર ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જે બાદ નેશનલ હાઇવે ઓથોરિટી વળતર ના ભાવ નહિ સ્વીકારી કોર્ટ માં ગઈ છે. જેનો કેશ ચાલી રહ્યો છે. આ વચ્ચે જુના દીવા ગામ ખાતે 500 મીટર નું કામ જે બાકી રહી ગયું છે. તે માટે 14 મહિના બાદ પુનઃ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા કવાયત શરુ કરી હતી અને સવાર જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જે બાદ બપોરે રોડ માટે મટીરીયલ લાવવા ની શરૂઆત કરતા જ ધરતી પુત્રો સ્થળ પર દોડી આવ્યા હતા અને કામગીરી અટકાવી દીધી હતી. તેમના દ્વારા સ્પષ્ટ રજૂઆત હતી કે સૌ પ્રથમ તો કોર્ટમાં કેશ ચાલુ છે. તો કામ કેમ શરુ કરવામાં આવ્યું ? બેવડું વલણ ના અપનાવી પહેલા વળતર નક્કી કરવામાં આવે પછી જ કામ કરવામાં આવે તેવી માંગ કરી હતી. તેમજ ખેડૂતોના વિરોધ હોવા છતાં જ કામ તો ચાલુ હતું. તો પછી 500 મીટર નું કામ કેમ બાકી રાખ્યું હતું. અને હવે કેમ ચાલુ કરવા માટે આવ્યા છે. ખેડૂતો એ આજદિન સુધી કામગીરી અટકાવી નથી વિરોધ જ કર્યો છે. અટકાવ્યા બાદ પણ તંત્ર જોડે વાટાઘાટ કરી કામ તો ચાલુ રાખ્યું હતું. તો હવે કેમ પોલીસ બંદોબસ્ત સાથે અહીં કામ શરુ કરવા આવ્યો છે. દમનકારી નીતિ અપનાવી ખેડૂતો ના અવાજ ને દબાવી રહ્યા છે. અંતે અંકલેશ્વર એસ.ડી.એમ ભવદિપ સિંહ જાડેજા, મામલતદાર કરણસિંહ રાજપૂત અને અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. જ્યાં હાઇવે ઓથોરિટી સહીત તમામ ખેડૂતો હાજરીમાં કચેરી ખાતે બેઠક યોજી નિરાકરણ કરવાનું નક્કી કરી કામ ત્યારબાદ જ શરુ કરવા અંગે નિર્ણય કરવામાં આવ્યો હતો.

error: Content is protected !!
Scroll to Top