ભરૂચ શહેર ચોકડી ખાતે હાલમાં નવા ઓવરબ્રિજનું કામગીરી ચાલતી હોય ઘણો જ ટ્રાફિક જામ થવાના કારણે લોકોને દહેજ-ભરૂચ કંપનીઓ માં અપડાઉન કરતા કામદારોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્યારે ઉમરાજ ગ્રામ પંચાયતની હદમાં આવેલી પુષ્પધન સોસાયટી થી દહેજ બાયપાસ હાઇવે સુધીનો માર્ગનું અનેક નાની ગાડીઓના લોકો આવવા જવા માટે ઉપયોગ કરે છે. પરંતુ આ માર્ગ ખૂબ જર્જરીત હોય તેને બનાવવા માટેની રજૂઆતો ધારાસભ્યને કરવામાં આવી હતી. જેના ભાગરૂપે આજ રોજ મુખ્યમંત્રી સ્વર્ણિમ સડક યોજના અંતર્ગત 105 લાખના ખર્ચે પુષ્પધન સોસાયટીથી દહેજ બાયપાસ હાઈવે સુધીના સીસી માર્ગની ખાતમુહૂર્ત વિધિ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.જેમાં જેમાં ઉમરાજ ગ્રામ પંચાયતના સરપંચ રણજીત વસાવા, ભાજપના આગેવાન અનિલ રાણા, તાલુકા પંચાયત સભ્ય મેહુલ જોશી સહિત સ્થાનિક આગેવાનો જોડાયા હતા.