આ કાર્યક્રમમાં ખ્યાતનામ પ્રજ્ઞાચક્ષુ કલાકારો દ્વારા આત્માની ઊંડાણ સુધી સ્પર્શી જતાં ગીતો અને સંગીતના રજૂઆતો કરીને દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ અંધજનોને આત્મનિર્ભર બનાવવાનો તથા તેમના સર્વાંગી વિકાસ માટે નાણાંકીય સહાય એકત્ર કરવાનો હતો.કાર્યક્રમમાં અંધજન ભરૂચ નર્મદા જિલ્લા શાખાના પ્રમુખ ખુમાનસિંહ વાસિયા, મંત્રી પ્રદીપભાઈ પટેલ અને ફંડ રેસિંગ કમિટીના ચેરમેન તથા રીટાયેડ ડીવાયએસપી કૌશિક પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પ્રજ્ઞાચક્ષુ કલાકારોને શ્રેષ્ઠ પ્રદર્શન માટે પ્રોત્સાહન આપ્યું અને સમાજમાં તેમની ભૂમિકા મહત્વની હોવાનું જણાવ્યું.આ પ્રકારના કાર્યક્રમો ન માત્ર અંધજનો માટે નવી આશા સર્જે છે પરંતુ સમગ્ર સમાજમાં સંવેદનશીલતા અને સહયોગ ભાવનાને પણ પ્રેરણા આપે છે.

