
હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને 20 મે સુધીમાં ભરૂચ જિલ્લામાં છુટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હતી. અને ખેડૂતો પાક રક્ષણ માટે પણ તાકીદ કરવામાં આવી હતી. આ વચ્ચે અચાનક જ વાલિયા પંથક માં ધોધમાર વરસાદ પડ્યો હતો. વાલિયા ના માર્ગો પર પાણી જ પાણી થઇ ગયું હતું. તો લોકો કમૌસમી વરસાદ માં ગરમી માં રાહત મળી હતી. પરંતુ ધરતીપુત્રો ચિંતાતુર બન્યા હતા ઉભા પાક ના નુકશાન ને લઇ ખેડૂતો કુદરતી આ અફાટ ને લઇ વિમાસણ માં મુકાઈ ગયા છે. ત્યારે હજુ પણ જિલ્લા માં છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે.