
ભરૂચની નર્મદા નદી ગુજરાતની જીવા દોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતને વ્હાલું કરવા માટેની ઓળખ બની ગયો છે આત્મહત્યા કરવા માટે લોકોની પસંદગી બની ગઈ છે ત્યારે ભરૂચના સામાજીક કાર્યકરોએ બ્રિજની બન્ને તરફ જાળી લગાવવા માંગ કરી હતી.આપઘાતના વધતા બનાવોને ધ્યાનમાં લઈ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. ભરૂચ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર બ્રિજની બંને તરફ રૂપિયા 1.84 કરોડના ખર્ચે જાળી લગાવવા માટેની વહીવટી મંજૂરી વડોદરા માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઇજનેર પાસે માંગી હતી ત્યાર બાદ રાજ્ય સરકાર દ્વારા બ્રિજની બંને તરફ જાળી લગાવવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.નર્મદા મૈયા બ્રિજના રીવર પોર્શનમાં પ્રોવાઈડીંગ એન્ડ ફીક્સીંગ વાયરમેશ જાળી ફોર પ્રોટેક્શન સેફ્ટી ગ્રિલ નાખવા માટે મોકલેલી દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી મળી જતા બ્રિજના રીવર પોર્શનમાં બંને તરફ અંદાજિત રૂ.1.84 કરોડના ખર્ચથી સમયમર્યાદામાં અને ગુણવત્તાસભર ૧.૪૬૨ કીમી બ્રિજની બંને તરફ લાંબી સેફ્ટી ગ્રિલ બનાવવામાં આવશે