એક સમયે અંકલેશ્વર શહેર ને અડી ને વહેતી નર્મદા નદી સરકી ને ભરૂચ તરફ જતી રહી હતી. જે હવે પુનઃ અંકલેશ્વર તરફ આવી રહી છે. 1992 ના વર્ષ થી નર્મદા નદી ના અંકલેશ્વર તરફ પ્રયાણ ને લઇ ધરતી પુત્રો એ લડત ચલાવી હતી. જે લડત એક તબક્કે 2012-13 માં રંગ લાવતા સરકારે 4 પેકેજ માં ગેબિયન વોલ ઉભી કરવાનું નક્કી કરી કામગીરી પણ શરુ કરી દીધી હતી. પણ કોંટ્રાક્ટર સાથે વિવાદ ઉભો થતા કોર્ટ મેટર શરુ થતાં જ કામગીરી અટકી પડી હતી. જે આજદિન સુધી શરુ પણ થઇ નથી. અને વર્ષ 2017 માં ભાડભૂત બેરેજ ની ઈંટ નરેન્દ્ર મોદી દ્વારા મૂકી સંરક્ષણ પાળો ભાડભૂત બેરેજ માં સમાવી લેવામાં હતો. જે બાદ આજે પણ કામ ભૂમિગત થયું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2012-13 માં નર્મદા કિનારા ખેડૂતો દ્વારા પોતાની જમીન ને સંરક્ષણ દીવાલ બનાવવા માટે કોઈપણ રાહ જોયા વગર વળતર ની અપેક્ષા વગર આપી દીધી હતી. પણ આજે એ જમીન પણ પાણીમાં ગરક થઇ ચૂકી છે. ભાડભૂત બેરેજ માં બંને તરફ ના બેરેજ અને તેના દરવાજા ના કામ પૂર્ણ થતા 50% કામગીરી પૂર્ણ થઇ છે. જયારે ભરૂચ તરફ ના પાળા ની 65 % કામગીરી થઇ છે. જ્યારે સરકાર દ્વારા અંકલેશ્વર કિનારે 75 મીટર ખેડૂત ની જમીન મળી કુલ 55 હેક્ટર જમીન સંપાદન 2250 એકર જમીન એકવાયર કરી જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. જમીન સંપાદન કર્યા બાદ ખેડૂતો જોડે વળતર ના મુદ્દે સમસ્યા સર્જતા હજુ સુધી સરકાર ખેડૂતો પાસે જમીનનો કબજો મેળવી શકી નથી.અંકલેશ્વર માં ભાડભૂત બેરેજ પ્રોજેક્ટ થી અંકલેશ્વર તરીકે સરકારી જમીન 4 કિ મી માં જ પાળો બન્યો છે. આજે 1992 થી અત્યાર સુધી એટલે 33 વર્ષ માં અંકલેશ્વર કિનારે ખેડૂત ની 2300 એકર જમીન નર્મદા ના વિલીન થઇ ચુકી છે. ત્યારે ધરતીપુત્રો જમીન ધોવાણ સરકાર ની સુષ્કતા અને અનદેખી ને લઇ થઇ રહ્યું હોવા સાથે જમીન ધોવાણ માટે સરકાર ને જવાબદાર ઠેરવી રહી છે. એટલું જ નહિ સરકાર દ્વારા હવે 2025 ના એવોર્ડ જાહેર કરી 2011 ની જંત્રી મુજબ વળતર ચૂકવવા નું નક્કી કરતા ડુબાણ માં ગયેલ જમીન ની કિંમત માં 80 % કાપ અને બચીખૂચી જમીનનું વળતર પણ 2 રૂપિયા થી લઇ 20 રૂપિયા ફૂટ જાહેર કરતા ખેડૂતો માં ભારે કચવાટ સાથે હવે બચી ખૂચી જમીન માંથી એક ઇંચ પણ જમીન આપવા તૈયાર નથી.