Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર બ્રિજ નગર સામે બિન અધિકૃત રોડ ને દબાણ નો સફાયો બોલાવ્યો હતો

અંકલેશ્વર સ્ટેશન રોડ પર બ્રિજ નગર પાસે આવેલ ફર્નિચર પેલેસ ગલી માં પાલિકા ની મજૂરી વગર રોડ બનાવી દેવા સાથે ઓટલા અને દાદર સહીતના દબાણો ઉભા કરવામાં આવ્યા હતા જે અંગે પાલિકા ને ફરિયાદ મળતા  જે તે વખતે દબાણકારો ને નોટિસ ફટકારી દબાણ દૂર કરવા તાકીદ કરી હતી છતાં પણ દબાણ દૂર ના કરવામાં આવતા આજરોજ બપોરે અંકલેશ્વર પાલિકા ની દબાણ શાખા દ્વારા જેસીબી સાથે સ્થળ પર દોડી આવ્યા હતા અને માર્ગ પર અડચણ રૂપ દબાણ તેમજ બિનઅધિકૃત બનેલો રસ્તો તોડી પાડ્યો હતો અને દબાણકારો સામે કાર્યવાહી શરુ કરી હતી. કામગીરી દરમિયાન દબાણકારો દ્વારા ચુપકીદી સાધી લીધી હતી. જો કે પાલિકા દ્વારા જેસીબી ની મદદ થી દબાણ દૂર કરતા દબાણકારો માં ફફડાટ ફેલાયો હતો.

error: Content is protected !!
Scroll to Top