ભરૂચની નર્મદા નદી ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલ નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતને વ્હાલું કરવા માટેની ઓળખ બની ગયો છે આત્મહત્યા કરવા માટે લોકોની પસંદગી બની ગઈ છે. બે દિવસ પૂર્વે જ અંક્લેશ્વરની પરણિત તબીબ મહિલાએ આપઘાત કર્યો હતો. જે બાદ આજરોજ વધુ એક નર્મદા મૈયા બ્રિજ પર મોતની છલાંગ ની ઘટના સામે આવી છે. અંકલેશ્વર રહેતા અને હાલ ભરૂચ ખાતે રહેતા પરિવાર ની એક 28 વર્ષીય યુવતી એ નર્મદા મૈયા બ્રિજ પર મધ્ય માં ગાડી પાર્ક કરી નર્મદા નદીમાં કૂદી ને મોત ને વહાલું કર્યું છે. જો કે ઘટના પરિવાર ના આક્રંદ વચ્ચે યુવતી ના નામ ની પુષ્ટિ થઇ નથી. આ વચ્ચે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી ની ટીમ અને ફાયર ટીમ તેમજ સ્થાનિક નાવિકો ની ટીમ મૃતદેહ શોધવાની તજવીજ શરુ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર ભરૂચ ને જોડાતા નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યાના વધતા બનાવો અટકાવવા સામાજિક કાર્યકરો દ્વારા બ્રિજની બન્ને તરફ જાળી લગાવવાની માંગ કરવામાં આવી હતી. ત્યારે રાજ્ય સરકાર દ્વારા રૂ.1.84 કરોડના ખર્ચે બ્રિજ બન્ને તરફ જાળી લગાવવા માટે મંજૂરી આપવામાં આવી છે. ભરૂચ ના સામાજિક કાર્યકરોએ બ્રિજની બન્ને તરફ જાળી લગાવવાની માંગ કરી હતી.આપઘાતના વધતા બનાવોને ધ્યાનમાં લઈ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. ને મંજૂરી આપી છે ત્યારે જલ્દી થી કામગીરી શરુ કરવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે.