ભારત સરકારના “એક પેડ માં કે નામ” અભિયાન હેઠળ ગુજરાતમાં અમૃત મિશન તથા નેશનલ અર્બન લાઈવલિહુડ મિશન (NULM) અંતર્ગત ‘વુમન ફોર ટ્રી’ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભરૂચ નગરપાલિકા દ્વારા આ કાર્યક્રમનો શુભારંભ પ્રમુખ વિભૂતિ યાદવના હસ્તે કરવામાં આવ્યો હતો.આ યોજનાનો હેતુ શહેરોમાં વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવાનો તથા મહિલાઓના સક્રિય સહભાગીદારી દ્વારા શહેરને હરિયાળું બનાવવાનો છે. મહિલાઓના મંડળોને એકત્રિત કરી શહેરના વિવિધ વિસ્તારોમાં વૃક્ષોનું રોપણ અને તેના જતન માટે જવાબદારી આપવામાં આવી છે. આ કામગીરી માટે નગરપાલિકા દ્વારા મહિલાઓને વળતર પણ ચૂકવવામાં આવશે.આ પ્રસંગે ઉપપ્રમુખ અક્ષય પટેલ, કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહિલાઓને ઉત્સાહિત કરી, આ અભિયાનને સફળ બનાવવા સહકાર આપવાની અપીલ પણ કરવામાં આવી..