Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર ના મહાવીર ટર્નીંગ થી ઉમાભવન માર્ગ ના સમારકામ ને લઇ ધૂળનું દાવાવર જોવા મળી રહ્યું છે

અંકલેશ્વર ના ઉમા ભવન ફાટક પાસે હાલ 200 મીટર રોડ નું નવીનીકરણ છેલ્લા એક સપ્તાહ થી શરુ કર્યું છે. જેમાં બનેલા રોડ ને ઉખાડી નાખી તેના પર મેટલ વર્ક અને ગ્રીક વડે પુરાણ કરી મજબૂતીકરણ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન છેલ્લા બે દિવસથી લોકો જાણે રણ માં આવેલા રેતી ના તોફાન માંથી પસાર થતા હોય તેવો અનુભવ કરી રહ્યા છે. ગતરોજ પડેલા વરસાદ બાદ ત્યાં જમીન અને માટી આકરી ગરમી માં સુકાઈ જતા ઉડી રહી છે. 200 મીટર વિસ્તારમાં ધૂંધળું વાતાવરણ સર્જાઈ રહ્યા છે. ઊડતી ડસ્ટ માં તંત્ર ના પાણી છણકાવ બાદ પણ થોડા સમય બાદ પુનઃ ધૂળ ની દમની ઉડવા લાગે છે. જેને લઇ વાહન ચાલકો ને પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે. તો 200 મીટર પસાર થતા જ કપડાં-ગાડી ધૂળ નું આવરણ છવાઈ જાય છે. તો મોઢા પર રૂમાલ કે હેલમેન્ટ ના પહેર્યું હોય તો મોઢા ધૂળ ને જવા ની દહેશત સાથે આરોગ્ય પર પણ ખતરો ઉભો થઇ રહ્યો છે. ત્યારે ઇજારદાર દ્વારા સતત પાણી છણકાવ સાથે રોડ ની કામગીરી ઝડપભેર પૂર્ણ કરવામાં આવે તે જરૂરી બન્યું છે. તેમજ ટ્રાફિક સમસ્યા નું પણ નિવારણ કરાઈ શકાશે.

error: Content is protected !!
Scroll to Top