Vaat Ankleshwarni

તાજા સમાચાર

ભરૂચના આમોદમાં નાગ-નાગણના પ્રયણ ફાગ ખેલતા દ્રશ્યો વીડિયોમાં કેદ, જીવદયા પ્રેમીઓએ કર્યું રેસ્ક્યુ

ભરૂચના આમોદમાં નાગ અને નાગણ પ્રણયફાગ ખેલતા દ્રશ્યો વીડિયોમાં કેદ થયા છે.આમોદના વાવડી ફળિયાથી કોર્ટના મુખ્ય માર્ગ પર આવેલ વાડીમાં નાગ અને નાગણનો વિડીયો વાયરલ થયો હતો.આ અંગે સ્થાનિકોએ જીવ દયા પ્રેમીઓને જાણ કરતા જીવદયા પ્રેમીઓએ નાગ અને નાગણનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.નાગ અને નાગણને પકડી તેને સુરક્ષિત સ્થળે છોડી મૂકવાની જીવદયા પ્રેમીઓએ તજવીજ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં વરસેલ કમોસમી વરસાદના પગલે સરીસૃપો દરમાંથી બહાર આવતા હોય છે ત્યારે આ આ પ્રકારના દ્રશ્યો ઠેર ઠેર જોવા મળી રહ્યા છે.

error: Content is protected !!
Scroll to Top