
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ ની ટીમ ઉમરવાડા રોડ પર પેટ્રોલિંગ માં હતા. તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી. કે ઉમરવાડા રોડ પર ગુજરાત ગેસ કંપની સામે આવેલ બાવળની ઝાડી ના 2 ગાય ક્રૂરતા પૂર્વક કતલ કરવાના ઇરાદે બાંધી રાખી છે. જે માહિતી આધારે પોલીસે સર્ચ કરતા ઝાડી અંદર બે ગાય ક્રૂરતા પૂર્વક બાંધેલી નજરે પડી હતી. પોલીસે ત્વરિત બને મુક્ત કરી હતી અને આ વોચ રાખી હતી જો કે કોઈ ઈસમ મુક્ત કરવા ના આવતા અંતે પોલીસે અજાણ્યા ઈસમ સામે કતલ કરવાના ઇરાદે ગૌ વંશ ને બાંધી રાખવા બદલ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી તેમજ 10 હજાર ની કિંમત ની બે ગાય ને પાંજરાપોળ મોકલી આપવા ની તજવીજ શરુ કરી હતી.