
અંકલેશ્વર અર્બન હેલ્થ સેન્ટર દ્વારા એસટી ડેપોમાં કર્મચારીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય માર્ગ અને પરિવહન નિગમના કર્મચારીઓના આરોગ્ય જળવાઈ રહે તે હેતુથી તબક્કાવાર આરોગ્ય ચકાસણી કરવામાં આવે છે. કેમ્પમાં એસટી બસના ડ્રાઇવર, કંડકટર, મિકેનિકલ સ્ટાફ અને સફાઈ કર્મચારીઓને આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. નિષ્ણાત તબીબો એ કેમ્પમાં સેવાઓ આપી હતી. કર્મચારીઓને વિનામૂલ્યે દવાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં એસટી ડેપોના અધિકારીઓ અને અર્બન હેલ્થ સેન્ટરના તબીબો ઉપસ્થિત રહ્યા હતા.