Vaat Ankleshwarni

તાજા સમાચાર

ભરૂચ માતરીયા તળાવ ખાતે પ્લાસ્ટિક મુક્તિ માટે અભિયાનનું આયોજન કરવામાં આવ્યું

ભરૂચ શહેરના માતરીયા તળાવ ખાતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા પ્લાસ્ટિક મુક્ત ભારતના સંદેશ સાથે એક વિશેષ સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં આશરે 200 નાગરિકો સહિત જીપીસીબીના સ્ટાફ, નગરપાલિકા અને વન વિભાગના કર્મચારીઓ તેમજ શહેરના સામાજિક રીતે સજાગ નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

શ્રવણ ચોકડીના રસ્તા સુધીના વિસ્તૃત વિસ્તારમાંથી સિંગલ યુઝ પ્લાસ્ટિક કચરો એકત્ર કરીને તેને નગરપાલિકા સુધી પહોંચાડવામાં આવ્યો. કાર્યક્રમ દરમિયાન જીપીસીબી તરફથી ટોપી, કાપડની બેગ તથા તુલસીના છોડનું વિતરણ કરીને પ્લાસ્ટિક મુક્ત જીવનશૈલી તરફ લોકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.ઉજવણીના ભાગ રૂપે ભાગ લેનાર તમામ લોકોએ પ્લાસ્ટિકનો નિકાલ યોગ્ય રીતે કરવાની પ્રતિજ્ઞા લીધી અને પ્લાસ્ટિક મુક્ત ભારત માટે શપથ લીધા. આ અવસરે જીપીસીબીના રિજનલ ઓફિસર કે. એન. વાઘમશી સાહેબે પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે જાગૃતિ વધારતી માહિતી આપી અને નાગરિકોમાં આ બાબતે સંવેદના જાગૃત કરી.આવો કાર્યક્રમ ભવિષ્યમાં પણ યોજી, શહેરને સ્વચ્છ અને પર્યાવરણમૈત્રી બનાવવામાં સૌના સહયોગથી યોગદાન આપવું અત્યંત જરૂરી છે.

error: Content is protected !!
Scroll to Top