Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર યોગા ટ્રેનર હિના ચૌહાણને પોતાના પતિ એજ પહેલા મારે થી ધક્કો મારી હત્યા કરી હોવાનું બહાર આવ્યું!!!

અંકલેશ્વર પતિ-પત્ની ઝગડા ધક્કો મારતા પત્ની ને જીવ ગુમાવ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. તાજેતર માં બે દિવસ પૂર્વે અંકલેશ્વર યોગ ટ્રેનર હિના ચૌહાણ ની દાદર પડી જતા નહિ પણ પતિ ના ધક્કા થી દાદર પરથી નીચે પડતા મોત થયું હોવાનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યું છે. અને જે મોત પાછળ પતિ ના 14 વર્ષ થી લગ્નેતર પ્રેમ સંબંધ ના કારણે દોઢ વર્ષ થી ઉભા થયેલા ઝગડા નિમિત્ત બન્યા છે. શહેર એ ડિવિઝન પોલીસે મૃતક ના ભાઈ ની ફરિયાદ આધારે ગુનો નોંધી તપાસ શરુ કરી પતિ પૂછપરછ કરતા જ હત્યા થઇ હોવાનો ભાંડો ફૂટ્યો  હતો.

યોગના કારણે અંકલેશ્વર ટૂંકા પ્રસિદ્ધિ મેળવનાર યોગ ટ્રેનર હિના બેન ચૌહાણ મોચીવાડ ખાતે નિવાસ્થાને ગત 21 ના રોજ દાદર પર થી પડી જતા તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબ તેમને મૃત જાહેર કરી હતી જો કે આ અંગે ના સમાચાર હીનાબેન ના ભાઈ ભાવેશ પોલડિયા ને થતા પોતાની બહેન ના મોત પાછળ શંકા વ્યક્ત કરી હતી અને પોલીસ સમક્ષ પેનલ પી.એમ કરવા ફોન પણ જાણ કરી હતી. જે બાદ પોલીસ હીનાબેન ચૌહાણનું પી.એમ કરાવ્યું હતું અને પ્રાથમિક અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. જેમાં મૃતક ભાઈ ભાવેશ પોલડિયા પોતાના બનેવી દિપક ચૌહાણ સામે ગંભીર આરોપ લગાવ્યા હતા અને તેમની બહેન જોડે થયેલી વાત મુજબ તેના બનેવી ના લગ્નેતર 14 વર્ષ થી અન્ય સ્ત્રી જોડે પ્રેમ સંબંધ હતો જે અંગે દોઢ વર્ષ પૂર્વે હિના બેન ચૌહાણ એ રંગેહાથ પકડાયા બાદ ઝઘડો શરુ થયા હતા અને એક મહિના પૂર્વે પણ ઝગડો થતા હીનાબેન ચૌહાણ રૂમ ના ખોલતા દીપકભાઈ એ દરવાજા માં મુક્કો મારતા કાચ તૂટી ગયો હતો અને દીપકભાઈ ને વાગ્યું હતું જેને લઇ ડઘાઈ ગયેલી તેમની બહેન હિના છેલ્લા એક મહિના થી પોતાના જ પતિ અલગ રહેવાનું નક્કી કરી રાત્રી ના કૃષ્ણનગર ખાતે ભાડાનું મકાન રાખી સુવા જતા હતા. તેમની બહેનનું મોત નીપજ્યું ત્યારે તેમના દ્વારા હર્બલ સાબુ બનાવ્યો હોવાનું અને તેના ફોટો પણ ભાઈ જોડે શેર કર્યા હોવાનું નિવેદન આપ્યું હતું. તેના બનેવી દિપક ચૌહાણ સાથે 21 મી ના રોજ ઝગડો થતા દિપક ચૌહાણ ઝગડા માં દાદર પર હીનાબેન ને ધક્કો મારી બીજા માળે થી ગ્રાઉન્ડ ફ્લોર સુધી સીડી પર થી નીચે પાડી હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદ આધારે પોલીસે તપાસ શરુ કરી દિપક ચૌહાણ ની અટક કરી પૂછપરછ કરતા પોલીસ ના ઈમોશનલ પૂછપરછ માં દિપક ચૌહાણ ઝગડા માં ધક્કો માર્યો હોવાની કબૂલાત કરતા પોલીસે તેની પત્ની ની હત્યા કરવા બદલ ધરપકડ કરી વધુ તપાસ શરુ કરી સાંયોગિક પુરાવા એકત્ર કરવા સાથે ઘટના ની રિકંસ્ટ્રકર કરવા ની તજવીજ શરુ કરી હતી.

error: Content is protected !!
Scroll to Top