Vaat Ankleshwarni

તાજા સમાચાર

સુરત, વલસાડ, નવસારી, તાપી, નર્મદા, ભરૂચ, દમણ અને દાદરાનગર હવેલી, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં ઓરેન્જ અલર્ટ

રાજ્યમાં ગરમી અને વરસાદ બંન્નેનું મિક્સ વાતવરણ જામ્યું છે. ક્યાંક ગરમીનો પ્રકોપ તો ક્યાંક વરસાદી માહોલ જામ્યો છે, જેના પગલે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. ચોમાસા પહેલા જ મેઘરાજાએ મંડાણ કર્યા છે અને કેટલાક વિસ્તારોમાં જોરદાર જમાવટ પણ કરી છે ત્યારે હજુ પણ આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, વલસાડ, નવસારી, તાપી, નર્મદા, ભરૂચ, દમણ અને દાદરાનગર હવેલી, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. ઉત્તર અને મધ્ય ગુજરાત તેમજ કચ્છમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

error: Content is protected !!
Scroll to Top