
અંકલેશ્વર ના કાપોદ્રા ગામ ની સાઈ દર્શન સોસાયટી ખાતે રહેતા 50 વર્ષીય ગોવિંદસિંહ ચૌહાણ રાત્રી ના પત્ની એ રોકવા છતાં તેનું માન્યા વગર હાઇવે પર કામ અર્થે નીકળ્યા હતા. તેમની પત્ની પ્રેમાદેવી દ્વારા તેમના ઓળખીતા શેર મહમદ ખાન ને ફોન કરી પોતાના પતિ તેમનું માનતા નથી અને હાઇવે તરફ નીકળ્યા છે. તેઓ ને ઘરે લઇ આવવા માટે જાણ કરી હતી. જે ફોન આધારે શેર મહમદ ખાન બાઈક લઇ નેશનલ હાઇવે નંબર 48 પર શોધવા નીકળતા પરિવાર હોટલ પાસે લોક ટોળા એકત્ર થયેલા નજરે પડતા તેને તપાસ કરતા રસ્તો ઓળંગતી વેળા અજાણ્યા વાહનની ટક્કર મારતા ગંભીર ઇજા સાથે ગોવિંદસિંહ ચૌહાણ પડ્યો હતો. જયારે અજાણ્યા વાહન ચાલક અકસ્માત સર્જી ગાડી લઇ ફરાર થઇ ગયો હતો. અકસ્માતને પગલે સ્થળ પર રહેલા ઈસમો દ્વારા 108 ને જાણ કરતા 108 ની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને ગોવિંદસિંહ ચૌહાણ ને તપાસ કરતા તેનું મોત નીપજ્યું હોવાની પુષ્ટિ કરી હતી. તો ઘટના અંગે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે શેર મહમદ ખાન એ ફરિયાદ આપતા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.