Vaat Ankleshwarni

તાજા સમાચાર

જુના તવરા ગામે ગોહિલ રાજપુત પરિવાર દ્વારા સત્યનારાયણ ભગવાન અને ગંગા ભવાની માતાજીના મંદિરે નવચંડી યજ્ઞ યોજાયો

ભરૂચ તાલુકાના જુના તવરા ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગામના સામાજીક અગ્રણી પ્રવિણસિંહ ગોહિલ દ્વારા સત્યનારાયણ ભગવાન તથા ગંગા ભવાની માતાજીના મંદિરનો ચોથા પાઠ ઉત્સવની ઉજવણી કરવામાં આવી તારીખ 25 / 5 /2025 ને રવિવારના રોજ સત્યનારાયણ ભગવાન અને ગંગા ભવાની માતાજીના મંદિરના ચોથા પાઠ ઉત્સવ ની ઉજવણી કરાય આ નિમિત્તે સવારે 9:00 કલાકે નવચંડી યજ્ઞ સાંજે ચાર કલાકે શ્રીફળ હવન અને સાંજે છ કલાકે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રવિણસિંહ બાપુ અને અલ્કેશસિહ ગોહિલ દ્વારા નવચંડી યજ્ઞનું આયોજન કરાયું હતું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને હવન પૂજામાં તથા મહાપ્રસાદીનો લાભ લીધો હતો

error: Content is protected !!
Scroll to Top