હવામાન વિભાગની આગાહીના પગલે ગત મોડી રાત્રે વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો,અંકલેશ્વરના હાંસોટ પંથકમાં વાવાઝોડાના કારણે 13 થી વધુ વૃક્ષો ધરાશાય થયા હતા તો વૃક્ષો ધરાશાયી થતા વાહન વ્યવહાર ખોરવાયો હતો, વનવિભાગ દ્વારા તુરંત ટીમને કામ લગાવી તમામ વૃક્ષને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે તમામ વૃક્ષોને હટાવી દેવામાં આવતા વાહનવ્યવહાર પુનઃ શરૂ કરવામાં આવ્યો હતો