Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વરના ભડકોદરા પાટીયા પાસે સર્જાયો અકસ્માત,ટ્રકનું ટાયર ફરી વળતા યુવકનું મોત

અંકલેશ્વરના ભડકોદરા પાટીયા પાસે અકસ્માત સર્જાયો હતો.જેમાં ટ્રક ચાલકે એક બાઈક સવાર યુવાનોને અડફેટમાં લીધા હતા.જેમાં ટ્રકના ટાયર યુવક પર ફરી વળતા ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

અંકલેશ્વરના ભડકોદરા પાટીયા પાસે વાલિયા તરફથી આવતી ટ્રકે પુરપાટ ઝડપે હંકારતા બાઈકને પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો.સર્જાયેલા અકસ્માતમાં બાઈક ચાલક જીતુ વાઘની છાતીના ભાગે ટ્રકનું ટાયર ચઢી જતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જ્યારે અન્ય એક યુવકને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

error: Content is protected !!
Scroll to Top