
અંકલેશ્વર માં જુના અને નવા નેશનલ હાઇવે પર ગત રાત્રી ના પડેલા વરસાદ ને લઇ રોડ પર ખાડા પડવા ની શરૂઆત થતા જ તેની અસર ટ્રાફિક પર પડી છે. જુના નેશનલ હાઇવે નંબર 8 પર ભરૂચ અંકલેશ્વર વચ્ચે અને ઉમા ભવન ફાટક પાસે રોડની કામગીરી ચાલી રહી છે. જેમાં છેલ્લા એક સપ્તાહ માં બીજી વાર આવેલા કમોસમી વરસાદ ને લઇ કામગીરીમાં વિક્ષેપ પડ્યો છે. તો રોડ પર ખાડા પડી રહ્યા છે. એટલું જ રોડ આજુબાજુ પાણી ભરવો ને લઇ વાહન ચાલકો ને અડચણ રૂપ બન્યા છે.

ગડખોલ ટી બ્રિજ થી લઇ વાલિયા ચોકડી સુધી વાહનોની કતાર જોવા મળી હતી. એટલું જ નહિ નવા નેશનલ હાઇવે નંબર 48 પર પણ વરસાદ ને લઇ માર્ગ બિસ્માર અને જર્જરિત આમલાખાડી બ્રિજ ને લઇ વાહનો કતાર જોવા મળી હતી. બને તરફ ના હાઇવે પર વાહન કતાર ને લઇ તેની અસર શહેરના આંતરિક માર્ગો પર પણ ઉભી થઇ છે. શહેરના માર્ગો પર્ણ હળવાથી ભારે ટ્રાફિક જામ થઇ રહ્યો છે.