
અંકલેશ્વર પડી રહેલા કમોસમી વરસાદે ભર ઉનાળે ચોમાસાનો માહોલ સર્જ્યો છે. અને જેને લઇ ચોમાસા ની સમસ્યા ઓ ઉનાળા માં જોવા મળી રહી છે. અંકલેશ્વર વોર્ડ નંબર 1 માં આવેલ રામવાટીકા સોસાયટી માં પાલિકા નો ડોર ટુ ડોર કચરો લેવા નિકરેલો ટેમ્પો ખુદ પાલિકા એ જ ડ્રેનેજ લાઈન માટે ખોદેલા ખાડા ના પુરાણ માં ફસાઈ ગયો હતો. જ્યાં વરસાદ ને લઇ પુરાણ ભીનું રહેતા ટેમ્પો આવતા જ ટાયર અંદર ખૂંપી ગયું હતું. અને ટેમ્પો કાઢવો પણ મુશ્કેલ બન્યા હતો. પાલિકા દ્વારા અહીં નવી ડ્રેનેજ લાઈન માટે રોડ મધ્યે આર.સી.સી સ્ટ્રક્ચર ખોદ્યું છે. અને લાઈન નાખ્યા બાદ પુરાણ પણ કરવામાં આવ્યું હતું પણ રાત્રી ના પડેલા વરસાદ ને લઇ પુરાણ ભીનું થતો બેસવા લાગ્યું હતું.


આવી જ બીજી ઘટના અંકલેશ્વર જીઆઇડીસી માં બની હતી જેમાં કનોડિયા રોડ પર એક ફોરવહીલ ચાલક એ કાર ના સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા રોડ સાઈડ પર આવેલ ખાડા માં ગઈ પટકી હતી અને જ્યાં ટાયર ખાડા માં ખુંપી જતા ગાડી પાછળ થી અધ્ધર થઇ ગઈ હતી,. ચાલકનો આબાદ બચાવ થયો હતો. જો કે ખાડા ની બાજુ માં જ વરસાદી પાણી ની પાકી ડ્રેનેજ પણ છે. જો ગાડી તેમાં જઈ ભટકાઈ હોત તો ચાલક ને ઇજા થવા નજી સંભાવના હતી.