
- પંચાયતી ચૂંટણીમાં 2 થી અઢી વર્ષથી વહીવટદાર દ્વારા પંચાયત ચલાવવામાં આવી રહી હતી
- આખરે પંચાયત ની અટકેલી ચૂંટણી જાહેરાત થતા પંચાયતી રાજકારણ માં ગરવો આવ્યો છે.
- વિવિધ રાજકીય પક્ષ દ્વારા મુરતિયા શોધવાની શરૂઆત કરી છે.
રાજ્ય સરકારના ચૂંટણી અયોગ્ય દ્વારા આખરે 2 થી અઢી વર્ષથી પંચાયત ની ચૂંટણી ની ખોરંભે પડેલ પ્રક્રિયા ને વેગ આપવા આગામી 22મી જુન ના રોજ ચૂંટણી જાહેર કરી દીધી છે. જેને લઇ અંકલેશ્વર તાલુકા પંચાયત દ્વારા પણ ચૂંટણી ની પ્રક્રિયા ને આખરી ઓપ આપવાની શરૂઆત કરી છે. અને વિધિવત ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો છે. જેમાં 2 જૂન ના રોજ જાહેરનામાં પ્રસિદ્ધ થશે. 9 જૂન સુધી ઉમેદવારી પત્ર ભરવા અંતિમ તારીખ છે .10 મી જૂન ના રોજ ચકાસણી થશે. 11 જૂન ના રોજ ફોર્મ ખેંચવાની અંતિમ તારીખ હશે. 22 મી જૂન ના રોજ મતદાન યોજાશે. અનિચ્છનીય બનાવ લઇ પુનઃ મતદાન ની 24 મી જૂન જરૂરિયાત લાગશે તો કરશે. 25 મી જૂન ના રોજ મતગણતરી સાથે 27 મી જૂન ના રોજ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. અંકલેશ્વર તાલુકા ના 16 ગામ ની સામાન્ય ચૂંટણી અને 11 ગામ ની પેટા ચૂંટણી યોજવામાં આવશે.
- ક્યાં ક્યાં ગામ ની સામાન્ય ચૂંટણી હશે
અંકલેશ્વર તાલુકાના બોરભાઠા ગામ, જીતાલી, ધંતુરીયા, કોસમડી, માંડવા, નાંગલ, સેગપુર, સજોદ , જુના દીવા, દઢાલ, ઉછાલી, મોતાલી, માટીએડ, બોઈદરા, બોરભાઠા બેટ, સજાલી ગામ ની સામાન્ય ચૂંટણી યોજવામાં આવશે. - ક્યાં ગામ ની પેટા ચૂંટણી હશે
અંકલેશ્વર તાલુકાના સરથાણ ગામ ના વોર્ડ નંબર 4, પાનોલી ગામ ના વોર્ડ નંબર 8, આલુજ ગામ ના વોર્ડ નંબર 8., કાનવા ગામ ના વોર્ડ નંબર 4, સક્કરપોર ગામ ના વોર્ડ નંબર 5, નવા દિવા ગામ ના વોર્ડ નંબર 7 અને 10 , સારંગપુર ગામ ના વોર્ડ નંબર 11, કાસીયા ગામ ના વોર્ડ નંબર 9, સરફુદ્દીન ગામ અને ભરણ ગામ ના સરપંચ પદ ની પેટા ચૂંટણી યોજવામાં આવશે.