Vaat Ankleshwarni

તાજા સમાચાર

ગુજરાતમાં અપર એર સર્ક્યુલેશન સક્રિય, વીજળીના કડાકા સાથે ભારે વરસાદની આગાહી

રાજ્યમાં એક તરફ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ ક્યાંક વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે કે, રાજ્યમાં હવે ધીરે ધીરે વરસાદનું જોર ઘટશે. જો કે, આજે રાજ્યમાં વરસાદને લઈને યલો એલર્ટ અપાયું છે.

ઉત્તર,પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની પણ શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ઉલ્લેખનીય છે કે, હાલ અપર એર સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદ રહેશે તેમજ માછીમારોને 1 જૂન સુધી દરિયા ન ખેડવા સૂચના અપાઈ છે.
માછીમારોને આજથી 1 જૂન સુધી દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે. હાલ અપર એર સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદ રહેશે તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. તાપમાનમાં 1 થી 2 ડિગ્રી તાપમાન વધવાની શક્યતા છે જ્યારે અમદાવાદમાં તાપમાન 39 ડિગ્રી રહેવાની શક્યતા છે.

જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના હવામાન અંગે મહત્વની આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આગામી ચાર દિવસ રાજ્યમાં ગરમીનો પારો ઊંચો રહેશે અને સાથે હવાનું જોર પણ જોવા મળશે. જોકે, 5થી 9 જૂન દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં અણધાર્યો વરસાદ અને વરસાદી ઝાપટાની શક્યતા છે. તો 10 જૂન સુધી મુંબઈ અને મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં વરસાદ બાદ 12 જૂનથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે. બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાવાના કારણે રાજ્યમાં સારો વરસાદ પડવાની સંભાવના છે. ખાસ કરીને 18થી 30 જૂન દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે.

error: Content is protected !!
Scroll to Top