

અંકલેશ્વર ડિવિઝન માં આવતા એ.ડિવિઝન, બી ડિવિઝન, જીઆઇડીસી અને રૂલર પોલીસ મથક વિસ્તાર માં ગત વર્ષે 126 જેટલા ગુના પ્રોહિબિશન ના નોંધાયા હતા જેમાં પોલીસે 21130 દારૂ ની બોટલ ઝડપી પાડી હતી. કુલ 34.02 લાખ રૂપિયા ઉપરાંત ના દારૂ ના જથ્થા ના નાશ માટે જિલ્લા મેજિસ્ટ્રેટ ની મજૂરી મળતા અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ કડકિયા કોલજ રોડ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દારૂ ના જથ્થા નો નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અંકલેશ્વર એસ.ડી.એમ ભવદીપસિંહ જાડેજા, ડી.વાય.એસ.પી અંકલેશ્વર ડૉ કુશળ ઓઝા અને નશાબંધી આબકારી અધિકારી ની ઉપસ્થિતિ તમામ દારૂ ની બોટલ રોડ પર પથારી દેવામાં આવી હતી. તેના પર રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. બોડી વોમપ કેમ ની નજર હેઠળ ચુસ્ત પોલીસ વ્યવસ્થા સાથે દારૂ ના જથ્થા નો નાશ કરવામાં આવ્યો હતો.