

31 મે, વર્લ્ડ તમાકુ દિવસના અવસરે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન દ્વારા ભરૂચ જિલ્લામાં વિશાળ સ્તરે મોડા (ઓરલ) કેન્સર માટે ફ્રી સ્ક્રિનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ ભરૂચ, અંકલેશ્વર, રાજપાઇપીલા, ઝઘડિયા, દહેજ સહિત કુલ 70 જેટલા સેન્ટરોમાં યોજાયો હતો.આ અભિયાનનું મુખ્ય હેતુ લોકોમાં ઓરલ કેન્સર અંગે જાગૃતિ ફેલાવવી, તેનું વહેલું નિદાન કરવું અને અસરકારક સારવાર માટે માર્ગદર્શન આપવું હતું. તમાકુ સેવનના કારણે થતો ઓરલ કેન્સર એક ગંભીર સમસ્યા છે, જેને નિયંત્રિત કરવા માટે આ પ્રકારના કેમ્પો મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.આ કેમ્પમાં જિલ્લા ભરમાંથી મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લીધો અને તેનો લાભ લીધો. નિષ્ણાત ડોક્ટરોની ટીમે લોકોની તપાસણી કરી અને જરૂરિયાત મુજબ આગળની સારવાર માટે માર્ગદર્શન આપ્યું.