Vaat Ankleshwarni

તાજા સમાચાર

ઓપરેશન શિલ્ડ હેઠળ અંકલેશ્વરના CISF કેમ્પ ખાતે મોકડ્રિલનું આયોજન કરાયું હતું

આજે રાજ્યભરમાં ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું . ભરૂચ જિલ્લાન અંકલેશ્વર CISF કેમ્પ ખાતે આતંકવાદી હુમલા સમયે લોકોએ કઈ રીતે સજાગ રહેવું તેને લઈને તાલીમ અપાઈ છે. આપાતકાલીન સમયે જો કોઈ સ્થળ પર બૉમ્બ બ્લાસ્ટ થાય તો કઈ રીતે લોકોની મદદ કરવી એ બાબતે મોકડ્રિલ થકી માર્ગદર્શન અપાયું હતું.

અંકલેશ્વરમાં ડ્રોન એટેક થાય તો કેવી રીતે કામગીરી કરવી તેની તાલીમ અપાઈ છે. ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાન સાથે તણાવનો માહોલ જામ્યો હતો ત્યારે હાલ સીઝફાયર છે પણ આવનારા સમયમાં આવી પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે મોકડ્રીલનું આયોજન કર્યું છે. રાજ્યમાં 7 જુદા-જુદા પ્રકારની મોકડ્રીલનું આયોજન કરાયું છે. યુદ્ધની પરિસ્થિતિમાં સાવચેત રહેવા સમજ આપવામાં આવી છે. પ્રથમ પ્રયાસમાં થયેલી ખામીઓમાં સુધારા સાથે મોકડ્રીલ યોજાઈ છે.

error: Content is protected !!
Scroll to Top