

ભરૂચના દહેજના અદાણી પોર્ટથી મસ્ત મોટી કેપ્સુલ લઈને આવતી એક ટ્રકની ચેન તૂટી જતાં કેપ્સુલ સીધા દીપક નાઈટ્રેટ તરફ જતાં માર્ગ પર પડી ગઈ હતી. આ અચાનક થયેલી ઘટનાથી માર્ગ પર હડકંપ મચી ગયો હતો.સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી પરંતુ અકસ્માતના પગલે રસ્તા પર બંને તરફ વાહનોની લાંબી લાઇન લાગી ગઈ હતી.લગભગ બે કલાક સુધી ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.સૂચના મળતાં જ દહેજ પોલીસ અને ટ્રાફિક વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ટ્રાફિક હળવો કરવાના પ્રયત્નો હાથ ધરીને માર્ગ વ્યવસ્થા પુનઃસ્થાપિત કરી હતી.