Vaat Ankleshwarni

તાજા સમાચાર

હાંસોટ અંભેટા ગામ નજીક અકસ્માતમાં બાઈક સવાર યુવકનું મોત નીપજ્યું હતું.

  • માર્ગ પર બકરી આવી જતાં અકસ્માત સર્જાયો હતો.
  • ⁠બકરીને બચાવવા જતા બાઈક સ્લીપ થતા જ ઝાડ સાથે ભટકાઈ ને યુવાન રોડ પર પટકાયો હતો.
  • ⁠શારીરિક ગંભીર ઇજા ને લઇ યુવક સ્થળ પર જ ગંભીર ઇજા ને પગલે મોત થયું હતું.

બનાવની વિગતો અનુસાર હાંસોટના અંભેટા ગામ ખાતે રહેતા 37 વર્ષીય બાઈક ચાલક મનીષ વસાવા હાંસોટ- કંટીયાજાળ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમના ગામ નજીક જ માર્ગ પર અચાનક બકરી આવી ગઈ હતી જેને બચાવવા જતા તેની બાઈક સ્લીપ મારી ગઈ હતી અને નજીકમાં આવેલ વૃક્ષ સાથે ધડાકાભેર ભટકાઈ હતી. આ અકસ્માતમાં બાઈક સવાર 37 વર્ષીય મનીષ વસાવા નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.બનાવની જાણ થતાની સાથે જ ગ્રામજનો અને પરિવારજનો દોડી આવ્યા હતા જ્યાં પરિવારજનોના કલ્પાંત કરતા દ્રશ્યો જોવા મળ્યા હતા.આ તરફ હાંસોટ પોલીસનો કાફલો પણ દોડી આવ્યો હતો અને બનાવ સંદર્ભે અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

error: Content is protected !!
Scroll to Top