
અંકલેશ્વર તાલુકાના માંડવા ગામ ખાતે રહેતા અને નિવૃત્ત તલાટી ની પુત્રી પ્રિયા પટેલ તેની બહેનપણી નો જન્મદિવસ હોય ઝઘડિયા ખાતે ગઈ હતી. ઝઘડિયા થી પરત મોપેડ પર આવી રહી હતી તે દરમિયાન રાણીપુરા ગામ નજીક બેફામ દોડતા ડમ્પર ચાલકે મોપેડને ટક્કર મારી હતી.આ સર્જાયેલા માર્ગ અકસ્માતમાં મોપેડ સવાર યુવતીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.બનાવની જાણ થતાની સાથે જ લોકો એકત્રિત થઈ ગયા હતા તો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો આ તરફ ડમ્પર ચાલક ડમ્પર સ્થળ પર જ મૂકી ફરાર થઈ ગયો હતો. ઝઘડિયા પોલીસે બનાવ સંદર્ભે ગુનો નોંધી ફરાર ડમ્પર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.