Vaat Ankleshwarni

તાજા સમાચાર

ઝઘડિયા અને વાલિયા તાલુકામાં સૂચિત લિગ્નાઇટ પ્રોજેકટ સામે આદિવાસી સમાજમાં વિરોધ જોવા મળી રહયો છે

ઝઘડિયા અને વાલિયા તાલુકામાં સૂચિત લિગ્નાઇટ પ્રોજેકટ સામે આદિવાસી સમાજમાં વિરોધ જોવા મળી રહયો છે. પ્રોજેકટ આવવાથી અનેક ગામોના હજારો લોકો વિસ્થાપિત બની જશે ત્યારે રવિવારના રોજ વાલિયાથી રેલીનું આયોજન કરાયું હતું. જેમાં આદિવાસી લોકોએ પ્રોજેકટ માટે એક ઇંચ પણ જમીન નહિ આપીએ તેવો હુંકાર ભર્યો હતો. દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા સહિતના આગેવાનોએ રેલીનું નેતૃત્વ લીધું હતું. વાલિયા અને ઝઘડિયા સહિતના ટ્રાઇબલ વિસ્તારોમાં જીએમડીસીના લિગ્નાઇટ પ્રોજેક્ટનો વિરોધ વધી રહ્યો છે. અગાઉ વિવિધ ગ્રામ સભામાં વિરોધ અંગેનો ઠરાવ કર્યા બાદ પર્યાવરણીય લોક સુનાવણી માં પણ ભારે વિરોધ નોંધાવ્યો હતો. રવિવારના રોજ ભિલિસ્તાન વિકાસ મોરચાએ વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી ચંદેરિયા ગામના વ્હાઇટ હાઉસથી નીકળી વાલીયા ગામના ચાર રસ્તા પર ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફુલહાર અર્પણ કરાયા હતા. ત્યારબાદ વિવિધ ગામોમાં ફરી હતી. જેમાં આદિવાસી આગેવાન પ્રફુલ વસાવા, રાજ વસાવા, ઉત્તમ વસાવા કોકીલાબેન તડવી, વિજય વસાવા અને કિરીટ વસાવા સહિતના આગેવાનો જોડાયા હતા. આગેવાનોએ જીએમડીસીના આ લિગ્નાઇટ પ્રોજેક્ટનો વિરોધ નોંધાવ્યો હતો અને પ્રોજેક્ટ માટે જમીન ન આપવાનો હૂંકાર કર્યો હતો. લિગ્નાઇટ પ્રોજેક્ટના વિરોધ પ્રદર્શનને લઈને રાજકીય ક્ષેત્રે પણ ગરમાવો આવી ગયો છે.

error: Content is protected !!
Scroll to Top